લીલોરા પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે.

Monday 30 January 2023

પ્રજાસત્તાક દિનની ઉજવણી -લીલોરા પ્રાથમિક શાળા - ૨૦૨૩

              અત્રેની લીલોરા પ્રાથમિક શાળામાં આજે તા. ૨૬-૦૧-૨૦૨૩ ના રોજ ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ "દીકરીની સલામ દેશને નામ" કાર્યક્રમ હેઠળ ગામની સૌથી વધુ ભણેલી દીકરીને હાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું. ચાલુ વર્ષે ગામની દીકરી વાળંદ અર્પિતાબેન હસમુખભાઈ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. ગામના સરપંચ શ્રી મહેશભાઈ તથા ગ્રામ જનોએ હાજરી આપી. શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. સાથે ગામમાં ૧ વર્ષની દીકરીઓને પણ સન્માન પત્ર આપવામાં આવ્યું. એલેમ્બિક કંપની તરફથી સ્વાસ્થ્ય વિષય પર યોજેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે પરમાર જતીન, બીજા ક્રમે પરમાર ગૌરંગ અને ત્રીજા ક્રમે સોલંકી સ્નેહલ આવ્યા હતા. આ બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. સાથે બાકીના ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.


























No comments:

Post a Comment