લીલોરા પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે.

Wednesday, 9 August 2023

MERI MITTI MERA DESH PROGRAMME - LILORA SCHOOL

 આજ રોજ તા. ૦૯/૦૮/૨૦૨૩ ના રોજ લીલોરા પ્રાથમિક શાળામાં મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આજ રોજ શાળાના આચાર્યશ્રી, ગામના સરપંચશ્રી, તલાટી શ્રી, પંચાયતના સભ્ય શ્રી, આંગણવાડી કાર્યકર, તેમજ શાળાના શિક્ષકગણ તેમજ બાળકો સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં કરવામાં આવી. પ્રતિજ્ઞા લેવામાં આવી તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.






Monday, 30 January 2023

પ્રજાસત્તાક દિનની ઉજવણી -લીલોરા પ્રાથમિક શાળા - ૨૦૨૩

              અત્રેની લીલોરા પ્રાથમિક શાળામાં આજે તા. ૨૬-૦૧-૨૦૨૩ ના રોજ ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ "દીકરીની સલામ દેશને નામ" કાર્યક્રમ હેઠળ ગામની સૌથી વધુ ભણેલી દીકરીને હાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું. ચાલુ વર્ષે ગામની દીકરી વાળંદ અર્પિતાબેન હસમુખભાઈ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. ગામના સરપંચ શ્રી મહેશભાઈ તથા ગ્રામ જનોએ હાજરી આપી. શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. સાથે ગામમાં ૧ વર્ષની દીકરીઓને પણ સન્માન પત્ર આપવામાં આવ્યું. એલેમ્બિક કંપની તરફથી સ્વાસ્થ્ય વિષય પર યોજેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે પરમાર જતીન, બીજા ક્રમે પરમાર ગૌરંગ અને ત્રીજા ક્રમે સોલંકી સ્નેહલ આવ્યા હતા. આ બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. સાથે બાકીના ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.


























Wednesday, 14 September 2022

TEACHERS DAY LILORA SCHOOL-2022-23

                             આજ રોજ તારીખ ૦૫-૦૯-૨૦૨૨ ના રોજ લીલોરા પ્રાથમિક શાળામાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો. સદર શાળામાં સવારથી જ નાના નાના બાળકો શિક્ષકો બનીને આવ્યા હતા. બાળકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો. આખો દિવસ બાળ શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને ભણાવ્યા. ખરેખર ખુબ મજા આવી.






Tuesday, 13 September 2022

TWINNING PROGRAMME-2022-23

        આજ રોજ તારીખ ૦૭-૦૯-૨૦૨૨ ના રોજ લીલોરા પ્રાથમિક શાળામાં twining કાર્ય ક્રમ કરવામાં આવ્યો. સદર શાળામાં જરોદ કુમાર શાળાના બાળકો તથા શિક્ષકો દ્વારા મુલાકાત કરવામાં આવી. શાળાની બાળકીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. 







Thursday, 6 January 2022

ટ્વીનીંગ કાર્યક્રમ-લીલોરા પ્રા. શાળા

        આજ રોજ તા.૦૫/૦૧/૨૦૨૨ ના રોજ લીલોરા પ્રાથમિક શાળા અને જરોદ કુમાર શાળા વચ્ચે ટવીનીંગ કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રથમ દિવસે લીલોરા શાળામાંથી શિક્ષકોએ શાળાની પ્રવૃત્તિઓ બતાવી. બપોર બાદ શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો. જેની તસવીરો ....




Wednesday, 29 December 2021

FIT INDIA ONLINE QUIZ-2021-LILORA SCHOOL

             તારીખ ૨૩-૧૨-૨૦૨૧ ના રોજ ફીટ ઇન્ડિયા અંતર્ગત લીલોરા શાળામાં ફીટ ઇન્ડિયા ક્વીઝ ઓનલાઈન મોડ મોબાઈલ દ્વારા યોજાઈ ગઈ. જેમાં લીલોરા શાળાની ૨ વિદ્યાર્થીનીઓ ૧. ભાલીયા નેહા ઈશ્વરભાઈ ૨. ભાલીયા સ્નેહા લવઘણભાઈ એ આ ક્વીઝમાં ભાગ લીધો. 

ભાલીયા નેહા ઈશ્વરભાઈ 

ભાલીયા સ્નેહા લવઘણભાઈ 

BALMELO- LILORA PRA SHALA -2021-22

     આજ રોજ તારીખ ૨૮-૧૨-૨૦૨૧ ના રોજ લીલોરા પ્રાથમિક શાળામાં બાળ મેળો યોજાઈ ગયો. બાળકોએ ચિત્ર કામ, ચીટક કામ, રંગ પુરણી , રંગોળી, મહેંદી જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.


ચીટક કામ 


ચીટક કામ 




રંગપુરણી 


કુકર રીપેરીંગ 

મહેંદી 

રંગોળી 

ટાયર પંચર 

રંગોળી કામ