લીલોરા પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે.

Tuesday 10 March 2020

જરોદ કન્યા શાળા ખાતે TWINING PARTNERSHIP....

રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે શિક્ષણના એક ભાગ તરીકે ગ્રુપની અન્ય શાળા સાથે ટ્વીનીંગ પાર્ટનરશીપ કરવાની હતી. જે અન્વયે લીલોરા શાળાએ જરોદ ખાતે આવેલ કન્યા શાળા ખાતે પાર્ટનરશીપ કરેલ જેની તસ્વીરો......

કન્યાઓને વિનામૂલ્યે સ્વરક્ષણ તાલીમ..લીલોરા પ્રાથમિક શાળા...


રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતી તમામ કન્યાઓને સ્વરક્ષણ તાલીમ આપાવે છે. જે અન્વયે લીલોરા શાળામાં પણ કન્યાઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ.


લાઈફ સ્કીલ મેળો......લીલોરા પ્રાથમિક શાળા

લીલોરા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ મેળો યોજાઈ ગયો. જેમાં ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકોએ ભાગ લીધો.... જેની બોલતી તસ્વીર...↓


વિજ્ઞાનમાં પ્રયોગ દ્વારા શિક્ષણ......

લીલોરા શાળામાં ધોરણ ૬ થી ૮ માં વિજ્ઞાન વિષયને પ્રયોગો સાથે શીખવવામાં આવે છે. સાથે બાળકો પણ પ્રયોગ જોઇને વિજ્ઞાન શીખે છે.




શાળાના બાળકોએ ખેલ મહાકુંભની રમતોમાં નોંધાવી સક્રિય ભાગીદારી

શ્રી એમ.પી. હાઇસ્કુલ જરોદ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં લીલોરા શાળાના બાળકોએ ભાગ લીધો. જેમાં ભાલીયા કાજલબેન ને લાંબી કૂદ ની હરીફાઈમાં પ્રથમ નંબર મેળવેલ.

  


ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ

લીલોરા પ્રાથમિક શાળાના બાળકોએ જરોદ કુમાર શાળા ખાતે યોજાયેલ સી.આર.સી. કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પોતાની કૃતિ રજુ કરી.

 અને ઉત્સાહભેર ભાગ લીધો.શાળામાંથી કુલ ૪ બાળકોએ ભાગ લીધો.

શિક્ષક દિન ની ઉજવણી

લીલોરા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી નિમિતે શાળા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. શાળાના બાળકોને શિક્ષક બનવાની ખુબ મજા આવી.